વાઈબ્રન્ટ પહેલાં જ ગુજરાતમાં કરાયું કરોડોનું રોકાણ

Wednesday 06th December 2023 03:26 EST
 
 

ગાંધીનગરઃ ભારતમાં વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને વેગ આપવા માટે ગુજરાતમાં ગિફ્ટ સિટીની સ્થાપના કરાઈ છે. GIFT-IFSCમાં ગૂગલ, બેન્ક ઓફ અમેરિકા, મોર્ગન સ્ટેનલી અને ડાઇકેન યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી, ઇન્ડિગો અને એર ઇન્ડિયાની એરક્રાફ્ટ લીઝિંગ પ્રવૃત્તિ, એસજીએક્સ નિફ્ટી દ્વારા ગિફ્ટ સિટી તરીકે ટ્રેડિંગ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આઇએફએસસી લિમિટેડ જેવી મોટી વૈશ્વિક કંપનીઓના કારણે ઘણા વ્યવસાય અને મોટાપાયે રોકાણો આકર્ષિત થઈ રહ્યાં છે.
પ્રતિનિધિમંડળના સભ્યોએ તેમની મુલાકાત દરમિયાન ગિફ્ટ-આઇએફએસસી માટે ગુજરાતનું વિઝન શેર કર્યું હતું. પ્રતિનિધિમંડળે ગિફ્ટ-આઇએફએસસીમાં બિઝનેસ વિસ્તારવા અને નવાં એકમો સ્થાપવા વૈશ્વિક કંપનીઓ સાથે ઉપલબ્ધ વિવિધ તકોની પણ ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન યુએઈ, જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુએસએ જેવા દેશોની વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગિફ્ટ-આઇએફએસસીમાં રોકાણ માટે રસ દાખવ્યો હતો. સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા અને ગુજરાતની ગિફ્ટ-આઇએફએસસીમાં ફાઇનાન્સ સેક્ટરની કંપનીની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે જીપીએસટી હોલ્ડિંગ્સ પીટીઈ લિ., વર્મિલિયન વેન્ચર્સ અને એએનબી કોર્પ પીટીઈ લિ. જેવી અગ્રણી ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે આ મુલાકાતો દરમિયાન અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રતિનિધિમંડળે અબુધાબી સિક્યોરિટીઝ એક્સચેન્જ, અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ - યુએઈ, દાઈ-ચી લાઇફ હોલ્ડિંગ્સ -જાપાન, બ્લેક સ્ટોન સિંગાપોર બ્લેક સ્ટોન પ્રા. લિ. ઇન્ટારેમ - સિંગાપોર, બ્લેક રોક -યુએસએ, ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ - યુએસએ, જેપી મોર્ગન એન્ડ ચેઝ - યુએસએ, બ્લૂમ્સબર્ગ ન્યૂ ઈકોનોમી -યુએસએ અને કેટલીક સ્થાનિક કંપનીઓ જેવી કે, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઈન્શ્યોરન્સની પણ મુલાકાત કરી.


comments powered by Disqus