ભાવનગરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં માવઠું પડ્યું હતું. અનેક જગ્યાએ તો બરફના કરા પણ પડ્યા હતા. કુદરતના આ રૌદ્ર સ્વરૂપ દરમિયાન જાન-માલને અને ખેતીને ઘણું નુકસાન થયું હતું, તો 29 જેટલા લોકો વીજળી પડવાથી મોતને ભેટ્યા છે.
મોરારિબાપુએ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને રૂ. 3.50 લાખની સહાયતા રાશિ અર્પણ કરી હતી. શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ મારફતે આ સહાયતા રાશિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પાઠવાઈ. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી.

