શિયાળુ સત્રમાં ‘તીસરી બાર મોદી સરકાર’ના નારા

Wednesday 06th December 2023 04:14 EST
 
 

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચતાં જ એનડીએના સાંસદોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાંસદોએ નારા લગાવ્યા - ‘મોદી સરકાર વારંવાર’, ‘તીસરી બાર મોદી સરકાર.’ 17મી લોકસભાનું છેલ્લું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસમાં 15 બેઠકો થશે.  ઉલ્લેખનીય છે કે 17મી  લોકસભાના છેલ્લા સત્રમાં 19 બિલ અને 2 નાણાકીય બાબતો પર ચર્ચા કરાશે. જેમાં આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ફેરફાર કરતાં 3 બિલ પણ છે.


comments powered by Disqus