સુરતઃ ‘સામગ્રી સુખની લાખ હતી, સંગાથ સ્વજનનો છોડી સંયમની ભિક્ષા માગી.’ સુરતમાં વેસુસ્થિત યશોકૃપાનગરી ખાતે ગુરુ ભગવંતો અને હજારો શ્રાવકોની ઉપસ્થિતિમાં સુરતના 14 સહિત 24 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. વેસુના યશોકૃપા નગરી ખાતે ભક્તિયોગાચાર્ય પ.પૂ. યશોવિજય સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા., સરસ્વતી લબ્ધપ્રસાદ, પ.પૂ.આ.ભ. રત્નસુંદર સૂરીશ્વરજી, મ.સા. આદિ વિશાળ 700થી વધારે શ્રમણ - શ્રમણી વૃંદની નિશ્રામાં દીક્ષા મહોત્સવ વિરતિ રથમાં 24 દીક્ષા મહોત્સવ યોજાયો હતો.

