પાટણઃ આજકાલ હિન્દુ રાષ્ટ્રની વાત થઈ રહી છે, પરંતુ તે ધર્મનો આશ્રય લીધા વગર શક્ય નથી. સનાતન ધર્મ, વેદ અને ગ્રંથ-શાસ્ત્રો જ ભારતને સિદ્ધ કરે છે, ત્યારે અસલી ભારતીય કોણ છે અને નકલી ભારતીય કોણ છે તેની ખબર પડવી જોઈએ તેવી માર્મિક ટકોર દ્વારકા પીઠના શંકરાચાર્ય અનંત વિભૂષિત પૂજ્ય સદાનંદ સરસ્વતીજીએ પાટણ ખાતે વિશાળ ધર્મસભાને કરી હતી.
તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર કરવા માટે તેના ઉપાયો જાણવા ધર્મનો આશ્રય લેવો ફરજિયાત છે. આ ધર્મસભામાં વક્તા કિશોરશાસ્ત્રીએ અધર્મીઓ અને વિધર્મીઓનું અનુકરણ ન કરવા ટકોર કરી હતી. પાટણના જૂના ગંજબજાર ખાતે જગદીશ મંદિરના ટ્રસ્ટી દ્વારા આયોજિત ધર્મસભામાં 36 વર્ષ બાદ સનાતન હિન્દુ ધર્મના વડા શંકરાચાર્ય મહારાજ પધાર્યા હતા.
ધર્મનો બોધ આપતાં શંકરાચાર્યએ જણાવ્યું કે, મનુષ્યનું શરીર પુણ્ય કર્મથી પ્રાપ્ત થાય છે, તો આપણે દુઃખી, રોગી, ચિંતાગ્રસ્ત અને અજ્ઞાની કેમ છીએ તેને સમજવું પડશે. સત્ય અને અસત્યને પારખવું પડશેે.

