હૃદયના ધબકારા બંધ થતાં ગુજરાતમાં એક વર્ષમાં 2,853નાં મોત

Wednesday 06th December 2023 03:27 EST
 
 

અમદાવાદઃ હૃદયરોગના હુમલામાં યુવાનોનાં મોતને લઈ લોકોમાં ચિંતાનો માહોલ છે. આ તબક્કે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોનો એક્સિડેન્ટલ ડેથનો વર્ષ 2022નો લેટેસ્ટ રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2022માં હૃદયરોગના કારણે 2,853 લોકોનાં આકસ્મિક મોત થયાં છે. 2,853 મોત પૈકી 2,529 પુરુષ અને 324 મહિલાનો સમાવેશ થાય છે.
એકંદરે ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી રોજના 8 જેટલાં મોત થયાં છે. હૃદયરોગના હુમલામાં આકસ્મિક મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે, પહેલા ક્રમે 12,591 લોકોનાં મોત મહારાષ્ટ્ર, જ્યારે 3,993 મોત સાથે કેરલા બીજા ક્રમે આવે છે. ગતવર્ષે 2021માં ગુજરાતમાં 2,948 જેટલા લોકોનાં મોત થયાનું જાહેર કરાયું હતું.
કઈ ઉંમરના હૃદયરોગના કેટલા કેસ?
દેશમાં હૃદયરોગની ઘટનાના જે કેસ નોંધાયા છે, તેમાં 30થી 45 વર્ષની વયના 9,722, 45થી 60 વર્ષની વયના 12,290 અને 60 વર્ષ કે તેથી વધુ વયના 7,069 કેસ નોંધાયા છે.


comments powered by Disqus