નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારનારા નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન સોમવારે સુપ્રીમ કોર્ટમાં બરાબરના ફસાયા. સુપ્રીમ કોર્ટે લોનને ભારતીય બંધારણમાં નિષ્ઠા ધરાવતા હોવાનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો.
સોલિસિટરે લોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન તરફેણમાં નારા લગાવ્યા હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બદલ તેમણે માફી માંગવી જોઈએ. એટલું જ નહીં તેમણે ભારતીય બંધારણમાં નિષ્ઠા અને વિશ્વાસ ધરાવતા હોવાનું સોગંદનામું પણ દાખલ કરવું જોઈએ. .

