ભુજઃ કચ્છના ક્રિક વિસ્તારમાં ફરજ બજાવતા બીએસએફના જવાનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લખપતવારી ક્રિક, લક્કીનાળામાં આ સુવિધા ઊભી કરાઈ છે. મહત્ત્વની ચોકીઓ પર તહેનાત જવાનોની સુવિધા વધારવાના પ્રયાસમાં બીએસએફના આઇજી રવિ ગાંધી અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના કેમિકલ એન્જિનિયરિંગ ગ્રૂપના ડિરેક્ટર ડો. કે.કે. શીનોય દ્વારા સંયુક્ત રીતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

