ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામ કરનારને ઍવોર્ડ અપાય છે, પરંતુ પત્રકારત્વ અને ઈતિહાસમાં હજુ તેવું કોઈ આયોજન નથી એટ્લે રાષ્ટ્રીય સ્તરે રૂપિયા 51000 અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે. તેમાં દેશભરમાથી પસંદગી માટે એક સમિતિની નિયુક્તિ થશે.
આ બેઠકમાં ડો. વિષ્ણુ પંડ્યાને ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્ર્ના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ફરીવાર જાહેર કરાયા હતા, તે જ રીતે મહામંત્રી તરીકે ડો. દર્શન મશરૂ રહેશે. તમામ કાર્યક્રમો અને સંસ્થાના વિકાસ માટે ગુજરાત સરકારના પૂર્વ સચિવ અને જાણીતા સામાજિક આગેવાન શ્રી પી.કે. લહેરીને માર્ગદર્શક સમિતિના વરિષ્ઠ અધ્યક્ષ તરીકે માર્ગદર્શન આપશે, તે સમિતિમાં યુનિવર્સિટી. અને વિદ્યા ક્ષેત્રે સક્રીય મહાનુભાવોનો સમાવેશ થશે.
ગુજરાત ઇતિહાસ સંશોધન તરફથી ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં સંસ્થાના સ્થાપકોમાના એક સ્વ,આરતી પંડ્યાની સ્મૃતિમાં 4000 મૂલ્યવાન પુસ્તકોનો વાંચન કક્ષ સ્થાપવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષથી સ્વતંત્રપણે કાર્યરત આ ઇતિહાસ કેન્દ્રએ ગુજરાતના અજાણ ઇતિહાસ વિષે સંશોધન અને પ્રસ્તુતિ કર્યા છે. આગામી દિવસોમાં તેનું કાર્ય વધુ વિસ્તૃત થાય અને યુવકો તેમાં મહત્વનુ પ્રદાન કરે તેવું આયોજન થયું છે તેની બીજી મહત્વની બેઠક ડિસેમ્બરમાં થશે અને 2024ના સમગ્ર વર્ષના કાર્યક્રમોનો એજન્ડા નક્કી કરશે.
સંપર્ક ; ડો. દર્શન મશરૂ, મહામંત્રી, મોબાઇલ 98250 21683

