ગુજરાતમાં પંચમહાલના ગોધરામાં સૌપ્રથમ વખત રૂ. 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. ગોધરાના વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય ચલણની રૂ. 10થી લઈ રૂ. 500 સુધીની ચલણી નોટોનો તેમજ પ્રથમવાર વિદેશી ચલણી નોટોનો ઉપયોગ કરી રૂ. 75 લાખની ચલણી નોટોના હિંડોળા બનાવવામાં આવ્યા હતા.

