ડાકોર મંદિર ટ્રસ્ટે ફેરવી તોળ્યુંઃ વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ન ખેંચ્યો

Wednesday 06th September 2023 06:55 EDT
 
 

ડાકોરઃ રણછોડરાયજી મંદિરમાં વીઆઇપી દર્શન માટે અલગ લાઇન બનાવવાનો અને તેના માટે રૂ. 500 અને રૂ. 250 ચાર્જની ઉગ્ર માગણી છતાં નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કરી દેવાયો છે. ઠાસરા તાલુકાના સરપંચો અને હિન્દુ સંગઠનો સાથે ડાકોર ટેમ્પલ કમિટીની બેઠકમાં બાંયધરી આપી હતી કે ચાર્જ વસૂલવાનો નિર્ણય પાછો ખેંચી લેવાશે, પરંતુ ટ્રસ્ટે પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે માત્ર ઠાસરા, ડાકોર અને ઉમરેઠ વિસ્તારના લોકોને જ વીઆઇપી દર્શનના ચાર્જથી મુક્તિ અપાશે. આ પરિપત્ર મળતાં જ સરપંચો અને હિન્દુ સંગઠનોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો છે. 


comments powered by Disqus