ધવલસિંહ ઝાલાને પાટીલનો ટોણોઃ ગુંદર લગાવી ચોંટી રહેજો

Wednesday 06th September 2023 07:00 EDT
 
 

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં મોડાસા, ધનસુરા અને માલપુરનાં તાલુકા ભાજપ કાર્યાલયોના લોકાર્પણનો કાર્યક્રમ મંગળવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મોડાસામાં તાલુકા ભાજપ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં બાયડ બેઠક પરથી અપક્ષ જીતેલા અને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાહેરમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું હતું કે,  પહેલાં કોંગ્રેસ બાદમાં ભાજપ અને અપક્ષ; અને પાછા ભાજપમાં જોડાયા છો, ત્યારે ગુંદર લગાવીને ચોંટી રહેજો. હવે આમ તેમ જતા નહીં અને અમારા કાર્યકર્તાઓને હેરાન ન કરતા. બધા કાર્યકરોને નારાજગી છે. થોડી-થોડી માફી માગી લેજો બધાની તેમ જાહેરમાં પ્રદેશ અધ્યક્ષે રોકડું પરખાવ્યું હતું. સંબોધનમાં બાયડ બેઠક 6 હજાર મતથી હાર્યા હતા તે અંગે પણ પાટીલે નારાજગી વ્યક્ત કરી હતી. 


comments powered by Disqus