સુરતઃ સમાજમાં સામાજિક ક્રાંતિ આવે તે દિશામાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે પ્રવૃત્તિ શરૂ કરી છે. હાલ થેલિસિમિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પટેલ સમાજના સમૂહલગ્નમાં ભાગ લેનારાં વર-વધૂના થેલિસિમિયા રિપોર્ટ કરાશે. ઉલ્લેખનીય છે કે, 5 ફેબ્રુઆરીએ પટેલ સમાજ દ્વારા એસઆરકે પરિવારના જયંતી નારોલાના સહયોગથી આ સમૂહલગ્ન યોજાશે, જેમાં 151 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.
સમૂહલગ્નમાં નોંધણી પહેલા વરનો થેલિસિમિયા રિપોર્ટ કરાવાશે. દીકરા અને દીકરી બંને પક્ષને રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. બંનેના રિપોર્ટ પોઝિટિવ હશે તો સમૂહલગ્નમાં તેમનાં લગ્ન કરવા માટે ૫૨વાનગી અપાશે નહીં. 2 ફેબ્રુઆરીના સમૂહલગ્નમાં ખોટા ખર્ચા ન કરવા સલાહ અપાશે.

