રક્ષાબંધન પર્વે 52 વર્ષના વેરનો સુખદ અંત

Wednesday 06th September 2023 06:45 EDT
 
 

જૂનાગઢઃ રક્ષાબંધનનો પર્વ એટલે કે ભાઈ-બહેનના પ્રેમનો પર્વ, પરંતુ વારાહીમાં 1970માં ભાઈ-બહેનના પરિવારમાં સામાન્ય જમીનના ટુકડાના કારણે થયેલી તકરારમાં એક મોભીનું મોત થતાં ભાઈ-બહેનના પરિવારો વચ્ચે વેરનું બીજ રોપાયું હતું. જેમાં 50 વર્ષમાં બે પેઢી સુધી બંને પરિવારોએ એકબીજાના પરિવારના 4 સભ્યની હત્યા કરી છે.
પાંચ દાયકા બાદ સમાજના હિતમાં વિચારી મામા-ફોઈના બંને ભાઈઓ જાહેર મંચ પર 17 હિન્દુ-મુસ્લિમ ધર્મગુરુઓની નિશ્રામાં અને સુરેન્દ્રનગર તેમજ સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં એકબીજાને ભેટી પડ્યા હતા. વારાહીમાં 1970 માં ભાઈ - બહેનના જીવરાણી અને ભોજાણી બંને પરિવારમાં ખેતર મામલે વિવાદ સર્જાયો હતો, જેમાં ખેતરમાં પાક લેવા સમયે બંને પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ભોજાણી પરિવારના મોભીનું મોત થયું હતું. 1982-83 માં ભોજાણી પરિવારના સભ્યોએ જીવરાણી પરિવારના જમાઈની હત્યા કરી હતી, જેથી જીવરાણી પરિવારે હુમલો કરનારા ઇસમની હત્યા કરી હતી. ત્યારબાદ ભોજાણી પરિવારના સભ્યોએ હત્યાનું વેર વાળવા હત્યા કરનારાની કોલીવાડા ખાતે હત્યા કરી હતી.


comments powered by Disqus