અમદાવાદઃ રાજકોટ ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સના પ્રેસિડેન્ટપદે ગત 2 ઓગસ્ટે ડો. વલ્લભ કથીરિયાની નિમણૂક કરાઈ હતી. જો કે ગણતરીના દિવસોમાં જ 20મી ઓગસ્ટે રાજીનામું પણ આપી દીધું હતું. આ રાજીનામાનો 25 ઓગસ્ટે સ્વીકાર કરાયો છે. કથીરિયા પાસેથી અચાનક રાજીનામું માગી લેવાતાં રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક વહેતા થયા છે. ડો.કથીરિયાએ નિમણૂકના 18 દિવસમાં જ આ નિર્ણયનું કારણ જાણી શકાયું નથી.
આ મુદ્દે ડો. કથીરિયાએ જણાવ્યું હતું કે, મારી પાસેથી સરકારે રાજીનામું માગતાં મેં આપી દીધું છે. રાજીનામું કયા કારણસર માગવામાં આવ્યું છે તે મને ખબર નથી. હવે રાજકોટ એઇમ્સને નવા પ્રમુખ કેન્દ્ર સરકાર તરફથી મળશે તેમ જાણવા મળે છે.

