સુરતઃ સરથાણાના શ્યામધામ મંદિર નજીક સૌરાષ્ટ્રનાં જુદાં-જુદાં શહેરમાંથી હીરાનાં પાર્સલ લઈને આવેલા મહિધરપુરાની ગુજરાત આંગડિયા પેઢી અને આર. જગદીશ આંગડિયા પેઢીના કાર ડ્રાઇવર, કર્મચારી અને ગનમેનને ફિલ્મી સ્ટાઇલમાં કારમાં ધસી આવેલા બુકાનીધારી પાંચ લુટારુએ રિવોલ્વર અને ચાકુની અણીએ બાનમાં લઈ રૂ. 4.58 કરોડના હીરાનાં પાર્સલ લૂંટીને ભાગી ગયા હતા. જો કે આંગડિયા પેઢીએ પાર્સલમાં લગાવેલા જીપીએસ સિસ્ટમના આધારે પોલીસે વલસાડ એલસીબીની મદદથી લુટારુઓને મુદ્દામાલ સાથે વાપીના બગવાડાથી ઝડપી લીધા હતા.

