ચેન્નઈઃ તામિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને શનિવારે આપેલા ‘સનાતન ધર્મને મિટાવવા’ના નિવેદન પર દેશભરથી ઉગ્ર પ્રતિક્રિયા મળી છે. તામિલનાડુના મંત્રી ઉદયનિધિએ કહ્યું હતું કે, ‘એવી અનેક વાતો છે જેનો વિરોધ કરવો જ પૂરતો નથી, આપણે તેને મૂળ સહિત હટાવવું પડશે. સનાતન ધર્મ મેલેરિયા-ડેન્ગ્યૂ જેવો છે, તેનો પણ વિરોધ ન કરી શકીએ, હટાવવો જોઈએ.’
આ અંગે અયોધ્યાના સંત પરમહંસ આચાર્યે સોમવારે ઉદયનિધિના પોસ્ટર પર તલવાર ચલાવતાં કહ્યું કે ‘આવું બોલનારા સ્ટાલિનનું સર કલમ કરનારાને હું રૂ. દસ કરોડનું ઈનામ આપીશ.'

