સાણંદ એપીએમસીના ચેરમેન સહિત 19 જુગાર રમતાં ઝડપાયા

Wednesday 06th September 2023 06:24 EDT
 
 

અમદાવાદઃ થલતેજમાં ન્યૂયોર્ક ટાવરના નવમા માળે 92 નંબરની ઓફિસમાં પીસીબીની ટીમે દરોડો પાડીને મિની કેસિનો ચલાવનારા બુકી ધર્મેન્દ્ર ઉર્ફે ઉંઝા, જમીન દલાલ અને સાણંદ એપીએમસીના ચેરમેન સહિત 19 જુગારીને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીસીબીએ રેડ કરીને તપાસ વસ્ત્રાપુર પોલીસને સોંપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્ત્વનું છે કે, પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બે નંબરી પ્રવૃત્તિને ડામવા માટે અલગ અલગ ઝોનમાં ક્રોસ રેડ કરવા માટે ડીસીપીને આદેશ આપ્યા છે. આવી જ રીતે અગાઉ ઝોન-2ની એલસીબીની ટીમે સરખેજમાં રેડ કરીને જુગારધામ ઝડપ્યું હતું. સાતમ આઠમના કારણે પોલીસ દ્વારા મોટાપાયે આ પ્રકારના દરોડા પાડવામાં આવી રહ્યા છે


comments powered by Disqus