સીએમઓના સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી

Wednesday 06th September 2023 06:26 EDT
 
 

ગાંધીનગરઃ સીએમઓમાં ફરજ બજાવતા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે મિશ્રાની સીધી સૂચનાને પગલે ગુજરાત સરકારને આવો નિર્ણય લેવાની ફરજ પડી છે. આ સંદર્ભમાં સીએમઓના સિનિયર અધિકારીઓએ મૌન સેવ્યું છે. કોઈ કશું બોલવા તૈયાર નથી.
પરિમલ શાહ ઘણાં વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં પ્રદીપસિંહ વાઘેલા સામે પત્રિકા બહાર પડી તેમાં પરિમલના ભાણીયા જીમિત શાહ અને તેના પિતા મૂકેશ શાહનું નામ બહાર આવ્યું હતું. થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે, સીએમઓની પોતાની ઓફિસમાં બેસીને પરિમલ શાહે જ વાઘેલા વિરુદ્ધની પત્રિકાના લખાણનો ડ્રાફ્ટ ફાઇનલ કર્યો હતો. .


comments powered by Disqus