ગાંધીનગરઃ ગુજરાતમાં વ્યાજખોરોનું વિષચક્ર પોલીસ અને સરકારના નિયંત્રણ બહાર છે, કારણ કે આ પ્રવૃત્તિમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનાં કાળાં નાણાં લાગેલાં છે. સરકાર ઝુંબેશ ચલાવે છે પણ તેને સફળતા મળતી નથી, કારણ કે ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન પર છૂટીને ફરી એ જ ધંધામાં સક્રિય બને છે.
રાજ્યમાં માત્ર 10 દિવસ દરમિયાન જ રાજ્યવ્યાપી પોલીસ દરબારમાં 75,000 જેટલી વિક્રમી સંખ્યામાં વ્યાજખોરો સામે ફરિયાદો આવી છે. જે લોકો ફરિયાદ કરતાં ગભરાઈ રહ્યા છે તેનો આંકડો 10 ગણો મોટો હોઈ શકે છે. પોલીસે દાવો કર્યો છે કે રાજ્યમાં 323 ગુના નોંધવામાં આવ્યા છે જેમાં 565 આરોપી પૈકી પોલીસે માત્ર 343ની ધરપકડ કરી છે.

