અમાસે નિષ્કલંક મહાદેવ કોળિયાકમાં ઉભરાયો માનવમહેરામણ

Wednesday 07th August 2024 07:11 EDT
 
 

પર્વરાજ શ્રાવણ માસ પૂર્વેની અમાસે રવિવારે ભાવનગરના કોળિયાકના દરિયે આવેલા નિષ્કલંક મહાદેવનાં દર્શનાર્થે માનવમહેરામણ ઊમટ્યો હતો. વહેલી સવારથી જ લોકો બસ, કાર, ખાનગી વાહનો અને સ્કૂટર સાથે સહપરિવાર પહોંચ્યા હતા અને શિવલિંગને દૂધ, ફૂલ અને બીલીપત્રો ચડાવી દેવાધિદેવની આરાધના કરી ભૂદેવો પાસે પોતાના પિતૃઓના આત્માની સદ્ગતિ માટે પૂજા કરાવી હતી. 


comments powered by Disqus