ગાંધીનગરઃ ગુજરાતના 18 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મહત્ત્વની બદલી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસની છે, જેમને ફરીથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્યસચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. તેમને રાજ્યના ગૃહવિભાગનો પણ વધારાનો ચાર્જ સોંપાયો છે.
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ અપાયો છે, એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં બે અધિક મુખ્ય સચિવ ફરજ બજાવશે. ડેપ્યુટેશન પરથી પાછા આવેલા ડો. જયંતી રવિને મહેસૂલ અધિક મુખ્ય સચિવ પદ અને રાજીવ ટોપનોને સ્ટેટ ટેક્સ વિભાગમાં ચીફ કમિશનર પદે નિમણૂક અપાઈ છે.

