કૃષ્ણ જન્મભૂમિ કેસઃ હિન્દુઓની તમામ 18 અરજીની સુનાવણી કરશે હાઈકોર્ટ

Wednesday 07th August 2024 07:10 EDT
 
 

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં મુસ્લિમ પક્ષની પિટિશનને ફગાવી દીધી છે. જેમાં હિન્દુ પક્ષની 18 અરજીને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. હિન્દુ પક્ષે અરજીમાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજાનો અધિકાર માગ્યો હતો.
કોર્ટે ગુરુવારે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપવા સાથે હિન્દુઓની 18 અરજી રદ કરવાની મુસ્લિમ પક્ષની પિટિશનને ફગાવી દીધી હતી. હિન્દુ પક્ષે તેની વિવિધ અરજીમાં શાહી ઈદગાહની જમીન હિન્દુઓની હોવાનું કહ્યું હતું અને ત્યાં પૂજાનો અધિકાર આપવા માગ કરી હતી. હિન્દુ પક્ષની અરજી પછી મુસ્લિમ પક્ષે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ, વર્ક્સ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિન્દુ પક્ષની અરજીઓ ફગાવી દેવા માગ કરી હતી, જેને અલ્હાબાદ હાઈકોર્ટે નામંજૂર કરી હતી. એટલે કે, હવે અલ્હાબાદ કોર્ટમાં હિન્દુપક્ષની 18 અરજીની એકસાથે સુનાવણી થશે. જજ મયંકકુમાર જૈને 6 જૂને મુસ્લિમ પક્ષની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. જેને હવે તેમણે જાહેર કરી દીધો છે અને મુસ્લિમ પક્ષના ઓર્ડર 7 નિયમ 11 હેઠળના વાંધાને ફગાવી દીધો છે.


comments powered by Disqus