અમદાવાદઃ ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગુજરાતી વિશ્વકોશના અગ્રણી સંપાદક ચંદ્રકાંત શેઠનું 2 ઓગસ્ટે શુક્રવારે નિધન થયું. સર્જન, લેખન, વિવેચન, સંપાદન વગેરે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અવિરત કાર્ય કરનારા ચંદ્રકાંત શેઠને એમની સાહિત્યસેવાના સંદર્ભમાં રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, દર્શક એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક અને સવ્યસાચી સારસ્વત એવોર્ડનાં પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં.

