સુરતઃ ડિંડોલી અને પાંડેસરાના શ્રમ વિસ્તારોમાં બોગસ ડોક્ટર દવાખાનાં ખોલીને પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી એસઓજીને મળી હતી. આથી એસઓજી અને આરોગ્યની ટીમે ચેકિંગ કર્યું હતું, જેમાં 16 ક્લિનિક પર ચેકિંગ કરી 16 બોગસ ડોક્ટરને ઝડપ્યા હતા. પકડાયેલા મોટાભાગના ધો-12 પાસ બોગસ ડોક્ટરોએ બીઈ. એમ.એસ (ઇલેક્ટ્રો) તો બીએસસી ફિઝિશન એન્ડ સર્જનનાં બોર્ડ માર્યાં હતાં.

