થરાદ-અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ કોરિડોર બનશે

Wednesday 07th August 2024 06:12 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતો અંગેની સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં રૂ. 50,655 કરોડના ખર્ચે દેશમાં કુલ 8 હાઇસ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ હતી, જેમાં સિક્સ લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇસ્પીડ કોરિડોરનો પણ સમાવેશ થાય છે. રૂ. 10,534 કરોડના ખર્ચે બનનારા 214 કિ.મી.ના આ કોરિડોરને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસાવાશે. આ કોરિડોર ગુજરાતમાં બે મુખ્ય નેશનલ કોરિડોર-અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડશે. જેનાથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઔદ્યોગિક વિસ્તારોમાંથી આવતાં માલવાહક વાહનોને મહારાષ્ટ્રનાં મુખ્ય બંદરો સુધી સતત કનેક્ટિવિટી મળશે. આ સાથે થરાદ-અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીનો સમય 60 ટકા ઘટશે. નીતિન ગડકરી અનુસાર કોરિડોરછી સામાન પરિવહનમાં ઝડપ આવશે.


comments powered by Disqus