મેજર શુભાંશુ ISS માટે મુખ્ય અવકાશયાત્રી હશે

Wednesday 07th August 2024 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત-યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. ઇસરોએ શુક્રવારે 2 ઓગસ્ટે કહ્યું હતું કે, કેપ્ટન પ્રશાંત નાયરની પણ પસંદગી કરાઈ છે. તે બેકઅપ તરીકે તેનો ભાગ બનશે. શુભાંશુ ક્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જશે એની તારીખ હજુ સુધી જાહેર કરાઈ નથી. જો કે આ મહિનાના પહેલા અઠવાડિયાથી બંનેની ટ્રેનિંગ શરૂ થશે. ઇસરોએ જણાવ્યું હતું કે, હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC)એ ISS પર તેના આગામી Axiom-4 મિશન માટે યુએસ સ્થિત Axiom Space સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટ (SFA)માં પ્રવેશ કર્યો છે. 


comments powered by Disqus