મેલકડી ગામે દિવાસાના દિવસે યોજાયો ‘ખીરનો મેળો’

Wednesday 07th August 2024 07:11 EDT
 
 

ભાવનગરથી 24 કિ.મી. દૂર મેલકડી ગામે ધાવડી માતાનું મંદિર આવેલું છે. અષાઢી માસના છેલ્લા દિવસે ધાવડી માતાના મંદિરે ખીરનો મેળો યોજાય છે. આજુબાજુનાં ત્રણથી ચાર ગામના લોકો પોતાના પશુઓનું દૂધ મંદિરે જમા કરાવે છે. આ દિવસે અહીં આ દૂધની ખીર બનાવવામાં આવે છે. ખીરનો આ પ્રસાદ આરોગવા લોકોનો જાણે મેળો જામે છે. જેટલી જોઈએ એટલી ત્યાં ખાવાની અને જોઈએ તેટલો પ્રસાદ ઘરે લઈ જવા ભરી આપે છે. ખીરની પ્રસાદી માણવા આ ખીરનો મેળો ક્યારેક માણવા જેવો ખરો. 


comments powered by Disqus