રાજકોટ એઇમ્સમાં સભ્ય તરીકે સાંસદ રૂપાલા, ગેનીબહેનની નિમણૂક

Wednesday 07th August 2024 06:12 EDT
 
 

રાજકોટઃ કેન્દ્ર સરકારે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર અને પરસોત્તમ રૂપાલાની એઇમ્સના સભ્ય તરીકે પસંદગી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા એકસાથે કુલ 9 એઇમ્સના સભ્યની નિમણૂક કરાઈ છે, જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની પ્રથમ એઇમ્સ એટલે રાજકોટ એઇમ્સમાં સભ્ય તરીકે પરસોત્તમ રૂપાલા અને એકમાત્ર ગુજરાતના કોંગ્રેસ સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે હવે પરસોત્તમ રૂપાલા અને ગેનીબહેન ઠાકોર દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


comments powered by Disqus