ગાંધીનગર: 15મી ઓગસ્ટ 2024ના રોડ ગુજરાત સહિત દેશમાં 78મો સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ સ્વાતંત્ર દિવસે દેશ ભક્તિના રંગમાં રગાવા રાજ્યમાં કેટલીક જગ્યા પર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે સ્વાતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ત્રિદિવસીય ઉજવણી હેઠળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યા એટલે કે 14 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી પણ સહભાગ બનશે.
સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમના આયોજન માટે કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે એક બેઠક યોજાઈ. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે.

