વાયનાડમાં કાટમાળમાંથી ચાર લોકોને જીવતા કઢાયાઃ કુલ મૃત્યુઆંક 308

Wednesday 07th August 2024 07:10 EDT
 
 

વાયનાડઃ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન હોનારતમાં કુલ મૃત્યુઆંક વધીને 308 થયો છે. શુક્રવારે ભૂસ્ખલનના ચાર દિવસ બાદ સૈન્યના રેસ્ક્યૂ દરમિયાન 4 લોકોને જીવતા બહાર કઢાયા. આર્મી, નેવી અને એરફોર્સની 40 ટીમ હજુ રેસ્ક્યૂ કરી રહી છે. એરફોર્સ સી-130 વિમાન દ્વારા કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધશે.
વનવિભાગે દુર્ઘટનાનો શિકાર બનેલા 4 આદિવાસી બાળકો અને તેના માતાપિતાને બચાવી લીધા હતા, જેઓ ઊંચાણ પર આવેલી ગુફામાં ફસાયાં હતાં.
કોંગ્રેસ અહીં 100 ઘર બનાવશે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ પ્રવાસના બીજા દિવસે ભૂસ્ખલનની ઘટના મુદ્દે બેઠક કરી નુકસાનની સમીક્ષા કરી હતી. રાહુલે કહ્યું હતું કે, વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની ઘટના ભયાનક કરુણાંતિકા હતી જે રાજ્યે હજુ સુધી ક્યારેય જોઈ નહોતી. આ ઘટનાને અલગથી લેવી જોઈએ. રાહુલે વચન આપ્યું હતું કે, કોંગ્રેસ વાયનાડમાં પ્રભાવિત લોકો માટે 100 ઘર બનાવી આપશે.


comments powered by Disqus