સોમનાથનો ફરી સુવર્ણયુગ: કળશ અને પિલ્લર સુવર્ણમય

Wednesday 07th August 2024 06:11 EDT
 
 

સોમનાથઃ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 1,445 કળશને સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના 12 કળશને ટૂંક સમયમાં સુવર્ણજડિત કરાશે. મંદિરના ગર્ભગૃહના પિલ્લર પણ સુવર્ણમય થયા છે, તેમજ શિખરના ત્રિશૂળ, ધ્વજદંડને પણ 24 કેરેટ સોનાથી મઢાયાં છે. મંદિર પર લગાવાયેલા કળશ ત્રણ પ્રકારના છે, જેને સુવર્ણજડિત કરવા આકાર પ્રમાણે અલગ-અલગ કિંમત નક્કી કરાઈ છે. નાનો કળશ 1.11 લાખ, મધ્યમ કળશ 1.21 લાખ,ે સૌથી મોટા કળશની કિંમત 1.51 લાખ છે. જેમાં 5થી 6 ગ્રામ સોનું ચઢે છે.


comments powered by Disqus