3 શ્રદ્ધાળુનું અયોધ્યા પ્રયાણઃ 1310 કિમીનું અંતર કાપશે

Wednesday 07th February 2024 06:04 EST
 
 

સુરતઃ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રદ્ધાળુઓ અયોધ્યા પ્રયાણ કરી રહ્યા છે. ઝઘડિયાના ગોવાલીના શાક ભાજી વેચતા ત્રણ યુવાનો એક જ સાઇકલ લઇને રામલલ્લાનાં દર્શન માટે અયોધ્યા રવાના થયા છે. ગોવાલીથી અયોધ્યા સુધીનું અંતર આશરે 1310 કિ.મી. થાય છે. આ સાઇકલ યાત્રામાં રણછોડ, જશુ અને બુદ્ધિસાગર નામના યુવાનો જોડાયા છે. તેમણે જણાવ્યું હતુ કે 500 વર્ષ પછી રામમંદિરનું સ્વપ્ન સાકાર કરતાં સરકારે એક સાહસ સિદ્ધ કરી બતાવ્યું છે, ત્યારે અમે પણ આ પ્રકારનું સાહસ કરવા માગતા હતા.


comments powered by Disqus