અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલે મહત્ત્વની જાહેરાતો કરી હતી. જેમાં દર્શનાર્થીઓને દાતાઓની મદદથી નિઃશુલ્ક ભોજન, ઘેરબેઠાં કુરિયરથી પ્રસાદ, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પાર્કિંગ પ્લોટ, પ્રદૂષણનો ફેલાવો અટકાવવા, સ્વચ્છતા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવાશે. ટ્રસ્ટની દેખરેખ હેઠળ એક કમિટી બનાવાશે, જેમાં દાતાઓ એક થાળી માટે રૂ. 51, દિવસમાં એક ટાઇમ ભોજન દાન માટે રૂ. 51,000, સમગ્ર દિવસ માટે રૂ.1,11,000 આપી શકશે. આગામી સમયમાં વેબસાઇટ મારફતે પણ ઓનલાઇન ભોજનદાન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે.

