ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું છે કે, અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઇવે આમ તો જાન્યુઆરી 2020 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્યાંક હતું, પણ તેમાં ચાર વર્ષ મોડું થયું છે. હવે આ નેશનલ હાઇવે માર્ચ 2024 સુધીમાં પૂરો કરવા લક્ષ્યાંક છે.
અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઇવે બનાવવાનું કામ ટેન્ડર પ્રમાણે જાન્યુઆરી- 2018થી શરૂ કરી દેવાયું હતું અને જાન્યુઆરી-2020 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. આ હાઇવે પૂરો કરવા માટે 3 એજન્સીને કામ અપાયું હતું. આ એજન્સીએ સમયસર કામ પૂરું ન કરતાં તેમને નોટિસ પણ અપાઈ હતી, છતાં હાઇવેનું કામ પૂરું થયું નથી અને 31 માર્ચ 2024 સુધીમાં કામ મહદ્અંશે પૂરું કરવાનું લક્ષ્ય છે.

