અમદાવાદમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ ફરી શરૂ

Wednesday 07th February 2024 05:30 EST
 
 

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ ફરી શરૂ થઈ ચૂકી છે. 3 ફેબ્રુઆરીએ શનિવારે વાસણા-ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી AMTS બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર, એએમટીએસ ચેરમેન સહિતના હોદ્દેદારો-અધિકારીઓએ બસમાં બેસીને બસનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 33 વર્ષ પહેલાં રોડ પર દોડતી બે માળની બસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. ફરી ડબલડેકર બસ શરૂ થતાં લોકોની જૂની યાદો તાજી થશે.
આ ડબલ ડેકર બસની સુવિધાની વાત કરવામાં આવે તો એમાં નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જરની બેસવાની ક્ષમતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી બસ ખરીદી દોડાવવામાં આવશે.


comments powered by Disqus