આદિવાસી બાળકોની મોડેલ રોકેટ્રી વર્કશોપ હેઠળ સપનાની ઉડાન

Wednesday 07th February 2024 06:04 EST
 
 

અંબાજીઃ દાંતા તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. અંબાજી નજીક આવેલી ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં ગ્રીન માર્બલ અંબાજી, અંબાજી સ્ટોન ડેકોર પ્રા.લિ. અને શ્રી જયંતીલાલ ડાહ્યાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચીખલા પ્રાથમિક સરકારી શાળાનાં ધોરણ-7 અને 8નાં બાળકોને પ્રથમભાઈ આંબળા દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતીથી ઓછાં સંસાધનો દ્વારા રોકેટ મોડેલ બનાવવાની રીત વિષે અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
આ માટેની સંપૂર્ણ સાધન સામગ્રી સંસ્થા દ્વારા અપાઈ હતી. ત્યારબાદ પ્રથમભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોએ અંદાજે 3 કલાકમાં શીખીને જાતે જ રોકેટ બનાવ્યાં હતાં. બાળકોએ બનાવેલા રોકેટ હેલિપેડ ખાતે ઉડાવવામાં આવ્યાં હતાં. રોકેટ બનાવવામાં બાળકોને કાગળ સહિત સામગ્રી આપવામાં આવી હતી, જેના દ્વારા તેમણે 40 જેટલાં રોકેટ બનાવ્યાં હતા, જેને ચીખલા હેલિપેડ પર ઉડાવીને બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus