જમીન વિવાદમાં ભાજપ એમએલએનું શિંદે જૂથના નેતા પર ફાયરિંગ

Wednesday 07th February 2024 06:31 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં જમીન વિવાદને લઈને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સહયોગીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર ગોળીઓ મારી દીધી હતી.
મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્યને ગોળી મારનારા ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડનો ખુલાસો સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે, સ્વબચાવમાં તેમણે સહયોગી પક્ષના નેતા પર ગોળીબાર કર્યો હતો. બીજેપી નેતા કહે છે કે, તેમને કોઈ અફસોસ નથી કારણ કે તે પોલીસ સ્ટેશનની અંદર તેમના પુત્ર સાથે મારઝૂડ કરતા હતા. જો કે હવે ભાજપના ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી છે.


comments powered by Disqus