જૂનાગઢ તોડકાંડના આરોપી એટીએસના તરલ ભટ્ટની ધરપકડ

Wednesday 07th February 2024 05:30 EST
 
 

અમદાવાદઃ જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. જૂનાગઢમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટે અરજદારને ફ્રિઝ થયેલાં એકાઉન્ટ બાબતે બોલાવીને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જે એજન્સીનું કામ આતંકવાદીઓને ઝડપવાનું છે તે એજન્સી એટીએસ જૂનાગઢ પોલીસ તોડકાંડના કેસની તપાસ કરી રહી છે.
કેરલના કાર્તિક ભંડેરીનું બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાતાં તેણે જૂનાગઢ એસઓજીનો સંપર્ક કર્યો હતો, જ્યાં દીપક જાનીએ વેપારીને બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ કરવું હોય તો રૂ. 25 લાખ આપવા પડશે તેવું કહ્યું હતું. આ અંગે કાર્તિક ભંડેરીએ જૂનાગઢ રેન્જ આઇજીને અરજી સોંપી હતી. જેને લઈ રેન્જ આઇજી રીડર શાખાના શક્તિસિંહ ગોહિલે તપાસ હાથ ધરી એસઓજી શાખાના પીઆઇને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા.


comments powered by Disqus