ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ, ચંપઈ સોરેન નવા મુખ્ય પ્રધાન

Wednesday 07th February 2024 06:31 EST
 
 

રાંચીઃ ઝારખંડના રાજકારણમાં બુધવારે સમય બદલાયો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેનની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. બીજી બાજુ તેમના સ્થાને મંત્રીમંડળના સાથી ચંપઈ સોરેનની મુખ્યમંત્રીપદ માટે પસંદગી કરાઈ હતી.
રાંચીના બડગાઈમાં દસ્તાવેજમાં હેરફેરથી ગેરકાયદે જમીન વ્યવસાયમાં સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનની રાંચીમાં ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન રાંચીમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજભવન, મુખ્યમંત્રી નિવાસ તથા ઈડી કાર્યાલય બહાર કલમ 144 લાગુ કરાઇ હતી.


comments powered by Disqus