ટંકારામાં 10મીથી મહર્ષિ દયાનંદ જન્મોત્સવઃ રાષ્ટ્રપતિ આપશે હાજરી

Wednesday 07th February 2024 05:30 EST
 
 

રાજકોટઃ ટંકારામાં આગામી 10મી ફેબ્રુઆરીથી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં 31 દેશોના લોકો હાજર રહેવાના છે. કાર્યક્રમમાં ભવ્ય ચતુર્વેદ યજ્ઞ પણ યોજાશે, આ સાથે ઢગલાબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા તા. 10, 11, 12મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદજીની 200મી જન્મજયંતીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મોરબી- રાજકોટ હાઇવે પર ટંકારાથી એકાદ કિ.મી. દૂર કરશનજીકા આંગન નામાંકન સાથે 100 વીઘાના ગ્રાઉન્ડમાં અલગ- અલગ મહાકાય પંડાલ ઊભાં કર્યાં છે. જ્યાં ત્રણેય દિવસ સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી યત્ર ઇત્યાદિ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત 20 હજાર વૈદિક મંત્રોચ્ચાર સાથે ચતુર્વેદી યજ્ઞ અખંડ રહશે. દેશ-વિદેશના આર્યસમાજીઓ અંદાજે 25 હજારથી વધુ અને મોરબી જિલ્લાના હજારો નગરવાસી પરીવાર સાથે ઊમટી પડશે. આ માટે આવવા-જવા માટે રાજકોટનાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતેથી એસ.ટી. બસો અને ખાનગી બસોની સુવિધા રાખવામાં આવી છે. ટંકારાથી કાર્યક્રમ સ્થળે પહોંચવાની વ્યવસ્થા છે, આ સાથે તમામ માટે રહેવા- જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક ગોઠવાઈ છે. ઉપરાંત કાર્યક્રમ સ્થળે ફજત ફાળકા, યજ્ઞ, ફિલ્મ જગતને ટક્કર મારે એવી નાટ્યકૃતિ, થિયેટર, આબેહૂબ થ્રીડી રંગોળી, સ્કિલ ડેવલપમેન્ટની વસ્તુઓ, ખાણીપીણીના સ્ટોલ, બાયો ડાઇવર્સિટી અને આકર્ષક ગેટ સહિત પુસ્તકપ્રેમીઓ માટે વિશાળ પુસ્તકોનો ખજાનો જોવા મળશે.


comments powered by Disqus