દેશનું પ્રથમ ડિફેન્સ કાર્ગો પ્લેન પ્રોડકશન યુનિટ પૂર્ણતાના આરે

Wednesday 07th February 2024 06:04 EST
 
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવિએશન સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટમાં પણ એવિએશન સેક્ટરના વિકાસની વાત કરવામાં આવી છે, ત્યારે વડોદરાની ઇકોનોમીના વિકાસમાં આ સેક્ટર દ્વારા સીધો વધારો થઈ રહ્યો છે. વડોદરા એરપોર્ટમાં તાતા કંપની દ્વારા ડિફેન્સ કાર્ગો પ્લેન સી- 295 એસેમ્બલ કરવામાં આવનાર છે, જેના એસેમ્બલ યુનિટનું બિલ્ડિંગ પૂર્ણ થવાના આરે છે. માર્ચ મહિનાથી આ બિલ્ડિંગમાં વડોદરાના ઓફિસ બોય, સિક્યોરિટી ગાર્ડ સહિત 150 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. એરપોર્ટ દ્વારા 35 એકર જમીન તાતા એડવાન્સ સર્વિસ લિ.ને 5 વર્ષની લીઝ પર અપાઈ છે. રૂ. 2200 સ્ક્વેર મીટર લેખે 35 એકરનું એક વર્ષનું ભાડું રૂ. 31.15 કરોડ છે. 


comments powered by Disqus