નર્મદાના પોઇચા ખાતેના વિશ્વપ્રસિદ્ધ નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર ખાતે એક નવો વિક્રમ નોંધાયો છે. રાજસ્થાન જનમંચના ઉપક્રમે ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા અર્પિત કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાસ સોની, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, સાધુસંતો સહિતના લોકોની હાજરીમાં પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.

