નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ અંગે પ્રતિભાવ આપતાં પીએમ મોદીએ લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા ને ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્વિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, આખો દેશ કહી રહ્યો છે કે ‘અબકી બાર મોદી સરકાર.’ દેશનો મિજાજ જોતાં વિશ્વાસ છે કે એનડીએ 400થી વધુ બેઠક મેળવશે ને ભાજપને 370થી વધુ બેઠકો મળશે. ત્રીજા કાર્યકાળમાં દેશનાં 1000 વર્ષના મજબૂત ભવિષ્યનો પાયો નખાશે. અમે એ કામ 10 વર્ષમાં કર્યું છે, જે કોંગ્રેસ 100 વર્ષમાં પણ કરી શકી ન હોત. કોંગ્રેસ આજસુધી સમાજના ભાગલા પાડતી રહી હતી. પણ 10 વર્ષમાં કેન્દ્ર સરકારે સમાજને જોડવાનું કામ કર્યું છે.
