વડનગરનું શર્મિષ્ઠા તળાવ ઈતિહાસની ગાથા વર્ણવશે

Wednesday 07th February 2024 05:30 EST
 
 

વડનગરઃ ગુજરાત સરકાર વડનગરને વધુ એક ભેટ આપવા જઈ રહી છે. અંદાજે રૂ. 19 કરોડના ખર્ચે શર્મિષ્ઠા તળાવમાં પ્રોજેક્શન શો દ્વારા નગરના ઇતિહાસની ગાથા રજૂ કરાશે. એક્વા સ્ક્રીન પ્રોજેક્શન શો તેમજ મ્યુઝિકલ ફાઉન્ટેન તથા લાઇટિંગની સાથે અવનવાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. પ્રવાસન વિભાગ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિરે લાઇટ અને સાઉન્ડ શોના પ્રોજેક્ટ પછી આ પ્રોજેક્ટ માટે ટેન્ડર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શો શરૂ કરવાની કવાયત અંતિમ તબક્કામાં છે. જે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે.
ત્યાર બાદ શર્મિષ્ઠા તળાવ ખાતે પાણીમાં સ્ક્રીન પર કાયમી ધોરણે પ્રોજેક્શન થ્રૂ બનશે. મ્યુઝિકલ ફાઉન્ટેન તથા લાઇટિંગની સાથે અવનવાં ચિત્રોના માધ્યમથી વડનગર અને આસપાસના વિસ્તારના ઇતિહાસની ગાથા રજૂ કરાશે. અંદાજિત રૂ. 19 કરોડ ખર્ચના આ પ્રોજેક્ટના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus