હરિપરઃ હાર્ટફુલ એજ્યુકેશન ટ્રસ્ટ અને રામચંદ્ર મિશન દ્વારા યોજાયેલા હાર્ટફુલ એસે ઇવેન્ટ- 2023 વૈશ્વિક કક્ષાની નિબંધ સ્પર્ધામાં હરિપર શાળાની ધો. 11ની વિદ્યાર્થિની હેમાંશી લાછાણીએ શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ ‘આપણે પૃથ્વીના માલિક નથી, પૃથ્વી આપણી માલિક છે.’ નિબંધને વૈશ્વિકકક્ષાએ મેરિટમાં સ્થાન મળ્યું. આ સિદ્ધિને સન્માનવા હાર્ટફુલ મેડિટેશન વતી યુગાન્ડાથી આવેલાં સોનાબહેન શાહ, ભુજમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ કરતાં રૂપલ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં. ટ્રસ્ટ વતી દીકરીનું નાઇરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણીની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું.

