શ્રીમતી શ્રુતકિર્તિબેન સૂર્યકાંત ત્રિવેદીએ તા. 28/1/2024 ના રોજ સત્યાસી વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી કુટુંબની વિશાળ લીલીવાડી વિકસાવી ચીર વિદાય લીધી તેનાથી સ્વાભાવિકરીતે તેમના કુટુંબને તો નાપુરાય તેવી ખોટ પડીજ છે . સાથે સાથે અમારા “ગુજરાત સમાચાર” પરિવારે પણ આજીવન અમારા અખબારની શરૂઆત થી આજ દિન સુધીના ફક્ત ગ્રાહક જ નહીં પરંતુ હૃદયપુર્વકના પ્રસંશક પણ ગુમાવ્યા છે. તેમણે પોતાના પરિવારને પણ પોતાના મૃત્યુ પછી પણ “ગુજરાત સમાચાર” ના કાયમી ગ્રાહક તરીકે ચાલુ રહેવા જણાવ્યું હોવાનું તેમનો પરિવાર જણાવે છે . જેમાં ગુજરાત સમાચાર પ્રત્યેની તેમની અમીટ લાગણી જણાઈ આવે છે. તેમના દીકરી નીનાબહેન ગોવર્ડે અમને જણાવ્યું હતું કે મારા માતૃશ્રી હંમેશા ગુજરાત સમાચાર પ્રત્યે અમીટ લાગણી અને અંગત લગાવ રાખતા હતા. તેમની વિદાયની છેલ્લી ક્ષણો સુધી તેમના હાથમાં ગુજરાત સમાચાર હતું અને અયોધ્યાના શ્રીરામ મંદિરના સમાચાર વાંચીને તેમણે ખૂબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેઓએ અમારા પરિવારજનોને પણ કહ્યું કે ગુજરાત સમાચાર આપણું છે અને આપણા પરિવારે મારી વિદાય પછી પણ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ કાયમ માટે મંગાવવા અને વાંચવા. તેમાં આપણા સૌનું હીત છે. તેમના પરિવાર પ્રત્યે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સંવેદના અનુભવે છે. પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.

