પાકિસ્તાનથી આવ્યો ભારતીય માછીમારનો પત્રઃ વ્યથા ઠાલવી

Wednesday 08th May 2024 07:01 EDT
 
 

વેરાવળઃ પાકિસ્તાનની લાડી જેલમાં કેદ ગીર સોમનાથના માછીમારે માદરે વતન પત્ર લખી જેલની આપવીતી કહી 150 માછીમારોને છોડાવવા માંગણી કરી છે. જેલમાં બંધ માછીમારોને કોઈને દિલની બીમારી છે. કોઈને માનસિક બીમારી છે તો બે માછીમારોએ સ્યૂસાઈડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવી અનેક વાતો પાક જેલમાં બંધ માછીમારે પોતાના પત્રમાં વર્ણવી છે. માછીમારોની સ્થિતિ વર્ણવતો પત્ર વાચી માછીમાર મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી. પાકિસ્તાનની લાડી જેલમાં ભારતના આશરે 175 થી વધારે માછીમારો કેદ છે. જેમાં મોટાભાગના માછીમારો ગીર સોમનાથ જિલ્લાના ગામ્ય વિસ્તારોના છે. આ માછીમારો પૈકી અનેક માછીમારો ચાર વર્ષ તો કોઈ એક વર્ષ થી કેદ છે. આ માછીમાંરોમાં કોડીનારના કોટડા ગામના 13 માછીમારો કરાંચીની લાડી જેલમાં
છે. જે પૈકીના મુકેશ નામના માછીમારે પત્ર લખી પોતાના પરિવારને વોટ્સએપના માધ્યમથી મોકલ્યો છે. પાક જેલમાં બંધ ભારતીય માછીમારે લખેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે જોઈએ તો વર્ષ 2021 થી 53 માછીમારો, વર્ષ 2022 થી 59 માછીમારો અને વર્ષ 2023થી 36 માછીમારો પાક જેલમાં સબડી રહ્યા છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં પાકે પકડેલા માછીમારો કરાંચીની લાડી જેલમાં સબડી રહ્યા
છે. જેને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી છે. "પાક જેલમાં બંધ માછીમારોને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ પણ મુક્ત નથી કરવામાં આવ્યા. અમે જેલમાં ભૂખ હડતાળ પર બેઠા છે. અમને કોઈને મળવા નથી દેવાતા, કોઈ ઉચ્ચ અધિકારી જેલની મુલાકાતે આવે તો અમને છુપાવી દેવામાં આવે છે. અનેક લોકોને દિલની બીમારી છે. કોઈને માનસિક બીમારી છે તો બે માછીમારોએ સુસાઈડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવી અનેક વાતો પાક જેલમાં બંધ માછીમારે પોતાના પત્રમાં વર્ણવી છે. પાકિસ્તાન કોર્ટે 148 માછીમારોને સજા માફ કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે એ વાતને 14 મહિના વીતી ગયા હોવા છતાં માછીમારોને મુક્ત કરવામાં આવતા નથી અને છુપાવી રાખવામાં આવે છે.


comments powered by Disqus