ભાવનગર: રૂપાણી સર્કલ નજીક જવાહર મેદાનની સામે આવેલા સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાજીના મંદિરના મહંત મદનમોહનદાસજીનું નિધન થયું છે. તેઓએ 115 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શ્રી મદન મોહન બાપુએ 62 વર્ષથી વધારે સમય મંદિરમાં સેવા કરી છે. તેઓ ખૂબ બહોળો ભક્ત સમુદાય ધરાવતા હતા. તેમના દેહવિલયથી ભાવનગરમાં શોકની લાગણી પ્રસરી છે. બાપુના દિવ્ય દેહને ભાવનગરથી હરિદ્વાર લઈ જવાશે અને હરિદ્વારમાં ગંગા નદીના કિનારે અંતિમવિધિ કરવામાં આવશે.

