રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્યનું હૃદયરોગના હુમલાથી નિધન

Wednesday 08th May 2024 05:49 EDT
 
 

પોરબંદરઃ રાણાવાવ-કુતિયાણા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ દુલાભાઈ ઓડેદરાનું હાર્ટએટેકથી અવસાન થતાં રાણાવાવ, કુતિયાણા સહિત પોરબંદર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
બોરીચા ગામે જન્મેલા કરશનભાઈએ આદિત્યાણાને કર્મભૂમિ બનાવીને નગરપતિ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ અને 15 વર્ષ ધારાસભ્ય તરીકે કામગીરી કરી હતી. તેમના નિધનથી પોરબંદરના રાણાવાવ- કુતિયાણા વિસ્તારને અને ભાજપને ખૂબ મોટી ખોટ પડી છે.
તેઓની અણધારી વિદાયથી પત્ની સાજણબહેન (પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ) સહિત ઓડેદરા પરિવારમાં ઘેરો શોક પ્રસર્યો છે.


comments powered by Disqus